૧૧ લાખ રૂપિયા સમાજ માટે આપીને રાજપૂત સમાજના નવા નવ ટ્રસ્ટી બન્યા મોરબી : મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા ગતરાત્રે સમાજના દીકરી અને બહેનો માટે શરદોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ શરદોત્સવમાં સમાજના બહેન-દીકરીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસ ગરબાની રંગત માણી હતી. સર્વોત્તમ રીતે પ્રાચીન પરંપરા મુજબ રાસ ગરબા રજૂ કરનાર બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. મોરબી રાજપૂત સમાજ આયોજિત શરદોસ્તવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બહેનોને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ શરદોત્સવમાં જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટ પરિવારના સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાનું નક્કી થયા બાદ મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, દિલીપસિંહ જીવુભા ઝાલા, મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા, નરવીરસિંહ વિજયભાઈ ઝાલા, રઘુવીરસિંહ ઝાલા તથા નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા જમા કરાવી સમાજના ટ્રસ્ટી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.