ટંકારા રાજવી પરિવારના ઘેર દર્શનનો લાભ આપ્યો ટંકારા : પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શંકરાચાર્ય પીઠાધીરોહણ મહાભિનંદન સમારોહ નિમિત્તે આજે ઉત્તરામ્નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાના ધ્રુવનગર ખાતે આગમન થયું હતું. જ્યા તેઓનું ટંકારા રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહ જાડેજા પરીવાર દ્વારા શંકરાચાર્યનું સ્વાગત કર્યું હતું અને તેઓએ ટૂંકું રોકણ કરી લોકો ને દર્શનનો લાભ આપી બાદમાં દ્વારકા જવા પ્રસ્થાન કર્યું હતું.