પી.જી.વી.સી.એલ ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરાઈ હળવદ : પી.જી.વી.સી.એલ ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરવામાં આવી હતી અને આજે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકોના ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા કેન્દ્રિય મંત્રી મહિલા અને બાળવિકાસ, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, એસ.આર.રાંકજા (કાર્યપાલક ઈજનેર વાંકાનેર), એમ.એમ ચૌધરી (નાયબ ઈજનેર હળવદ PGVCL) એ.ડી ભુવા (PGVCL હળવદ શહેર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદને શાળા માટે બસનું અનુદાન PGVCL રાજકોટના CSR ફંડમાંથી માતબર દાન આપી બસ સેવા અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા સંસ્થાની જેટલી પણ માંગળીઓ અને પડતર પ્રશ્નો છે તે પૂર્ણ કરી આપવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વતી ખાત્રી આપવામાં આવી હતી. તદઉપરાંત તેમની ગ્રાંટમાથી દિવ્યાંગજનોના કલ્યાણ માટે જે પણ ગ્રાંટની જરૂરિયાત હશે તે આપવા માટે ખાત્રી આપી હતી. હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા સંસ્થાની પ્રશંસનીય કામગીરી માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં વિશિસ્ટ કામગીરી કરતી આ સંસ્થાને તમામ પ્રકારે મદદરૂપ કરવા ખાત્રી આપવામાં આવી હતી ,આ પ્રસંગે તપનભાઈ દવેએ આ સંસ્થા ગરીબોના આધારસમી બની દિવ્યાંગ બાળકોના કલ્યાણ માટે આગળ ધપાવતી રહે અને મંદબુધ્ધિ બાળકો દેવ સ્વરૂપ છે તેવું કહી સંસ્થાને સન્માનીત કરી હતી, સંસ્થાના માનદ મંત્રી દ્વારા સૌ કોઈને આવકારી સંસ્થાનો 23 વર્ષનો ઇતિહાસ ટૂકમાં વર્ણવ્યો હતા આગામી સમયમાં હળવદમાં દિવ્યાંગજનો માટે રમત ગમત સ્ટેડિયમ ઊભું કરવા માટે પ્રયત્નશીલ છે જેમાં રાજય અને કેન્દ્ર સરકાર સહયોગી બની અને અને દિવ્યાંગજનોના કલ્યાણકારી કાર્યો થતાં રહે તેવી વાત કેન્દ્રિયમંત્રી સમક્ષ મૂકી હતી.આ વિસ્તારના દિવ્યાંગોને સ્કીલયુક્ત કરી સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે સંસ્થા પ્રય્ત્નશીલ રહશે તેવું પણ તેમણે જણાવ્યુ હતું. મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠલાપરાએ અન્નદાનની ખાત્રી આપવામાં આવી હતી. PGVCLના અધિકારી એસ.આર.રાંકજા દ્વારા એમ કહેવામા આવ્યું હતું કે માનદ સેવાને નમૂનેદાર સંસ્થા હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રયને હજુ પણ જરૂરિયાત મુજબ CSR ફંડ આપવા માટે મારી ભલામણ કરીશ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ના આગેવાન જયેશભાઇ રંગાડીયા, ભાનુપ્રસાદ પંડયા,અરૂણભાઈ ગોસાઇ,જગદીશભાઇ પટેલએ જહેમત ઉઠાવી હતી. તેમજ દિવ્યાંગ મંદબુધ્ધિના બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેની તૈયારી ટીનાબેન તથા કુસુમબેન દ્વારા કરાવામાં આવી હતી,કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.