ગતરાત્રે બનેલા અકસ્માત બાદ સ્થાનિક વિદ્યાર્થીઓએ રેલવે રેક પરથી ભેંસને દૂર કરતા માલગાડી રવાના થઈ મોરબી : મોરબીના નટરાજ ફાટકથી આગળ રેલવે ટ્રેક ઉપર અચાનક આવી ચડેલી ભેંસ હડફેટે ચડી જતા માલગાડી ફસાઈ ગઈ હતી. જેમાં ગતરાત્રે બનેલા બનાવમાં આડી ઉતરેલી ભેંસનું માલગાડી હડફેટે મોત નિપજ્યા બાદ માલગાડી અટવાઈ જતા સ્થાનિક વિદ્યાર્થીઓએ રેલવે રેક પરથી ભેંસને દૂર કરતા માલગાડી રવાના થઈ હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાંકાંઠે નટરાજ ફાટકથી આગળ દરબાર બોર્ડિંગની વચ્ચે રેલવે ટ્રેક ઉપર માલગાડી પસાર થઈ રહી હતી. ત્યારે આ માલગાડી આડે અચાનક જ ભેંસ આડી ઉતરતા ડ્રાઇવરે સમય સુચકતા વાપરી માંડ માંડ આ ટ્રેનને થોભાવી દીધી હતી. પણ દુર્ભાગ્ય વશ ત્યાં સુધી માલગાડીના એન્જીન હેઠળ ભેંસ આવી જતા તેને ગંભીર ઇજા થવાથી ભેંસનું મોત નીપજ્યું હતું. આથી એન્જીનના આગળના ભાગે ભેંસ ફસાયેલી હોવાથી માલગાડી આગળ વધી શકે એમ ન હોય ત્યારે માલગાડી અટવાઈ જતા આજુબાજુના વિદ્યાર્થીઓએ ભેગા મળીને માલગાડીના એન્જીન હેઠળ રહેલી ભેંસને મહામહેનતે દૂર કરતા અંતે માલગાડી રવાના થઈ હતી.