મેગા સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં ૧૨૧ બ્લડની બોટલ થઈ એકત્ર હળવદ : હળવદ મધ્યે આવેલ શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયાના સ્મરણાર્થે પાટિયાગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ-શરણેશ્વર મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ, ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરતા આ રકતદાન કેમ્પમાં ૧૨૧ બ્લડની બોટલ એકત્રિત થઈ હતી. હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં સંત ભક્તિનંદન સ્વામીજી , દિપકદાસજી મહારાજ , રણછોડભાઈ દલવાડી , ધીરુભા ઝાલા બીપીનભાઈ દવે , મનસુખભાઇ પટેલ , શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, નાયબ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય તથા રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દરેક રક્તદાતાઓને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમની સાથે હળવદમાં વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર હળવદ તાલુકાના તારલાઓનું પાટિયા ગ્રુપ દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આ સેવાકાર્યમાં સહયોગી સર્વેનો આયોજકો દ્વારા સહ હૃદય આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સ્વાગત વિધિ કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ દવેએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપ - વિશ્વ હિન્દુ પરિષદ - શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના તમામ સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.