મોરબી અપડેટ આયોજિત દિવાળી સ્પેશિયલ એક્ઝિબિશનને પ્રથમ દિવસે ભવ્ય પ્રતિસાદ : ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમોના 70 જેટલા સ્ટોલનું આકર્ષણ જામ્યું મોરબી : મોરબી અપડેટ આયોજિત દિવાળી સ્પે. મોરપીંછ એક્ઝિબિશનને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. હવે આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. આજે એક્ઝિબિશનની મુલાકાત લેનાર દરેક બેહનોને વેહલા તે પેહલાના ધોરણે માટીના દીવડાની વિનાલુલ્યે ભેટ આપવામાં આવનાર છે. તો રાહ શેની જુઓ છો, હાલો શોપિંગ કરવા... દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ આ વખતે ફરી એક ઇવેન્ટ લઈને આવ્યું છે. જેમાં રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં તા.6 અને 7 ઓક્ટોબરના રોજ મોરપીંછ દિવાળી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, દિવાળી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 70થી વધુ સ્ટોલ છે. અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. આ એક્ઝિબિશનના પ્રથમ દિવસે તો મોટી સંખ્યામાં બહેનોએ મુલાકાત લઈને મનભરીને ખરીદી કરી હતી. આ એક્ઝિબિશનનું આયોજન મોરબીના નાના વેપારીઓ તથા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમજ બહેનોને એક જ સ્થળેથી તમામ ચીજ-વસ્તુઓની આનંદ-ઉલ્લાસ સાથે ખરીદી થાય તે હેતુથી કરવામાં આવ્યું છે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. આજે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ હોય જરૂર પધારો.