મોરબી : મોરબી શહેરમાં વિશ્વકર્મા મંદિર સામે ભવાની ચોકમાં રહેતા સોની વેપારીએ ધંધામાં મંદી ઉપરાંત બીપી અને પગના ગોળાની તકલીફથી કંટાળી જઈ મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશ્વકર્મા મંદિર પાસે ભવાની ચોકમાં રહેતા જયેશભાઇ છગનભાઇ રાણપરા ઉ.44 નામના સોની વેપારીને ધંધામાં મંદી હોવાની સાથે બીપીની બીમારી તેમજ બન્ને પગના ગોળાની તકલીફ હોય કંટાળી જઈ ઘેરથી નીકળી ગયા બાદ જોધપર નદી ગામની સીમમાં ફ્લોરા રિવર સાઈડ પાછળ મચ્છુ - 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.