હળવદ : હળવદમાં આજે અકસ્માતમાં કેસમાં ઇજાગ્રસ્તને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવાની સાથે 108 એમ્બ્યુલન્સ ટીમેં પ્રમાણિકતા પણ દાખવી હતી. જેમાં 108ની ટીમે અકસ્માતમાં ઇજાગ્રસ્તના પરિવારને રૂ.32 હજાર સહિતની વસ્તુઓ પરત આપી હતી. હળવદ ધ્રાગંધ્રા રોડ ઉપર ગઈકાલે એક બાઈક અકસ્માત થયો હોવાની જાણ થતાં હળવદ 108 એમ્બ્યુલન્સ ટીમના ઇએમટી હરેશભાઇ અને પાયલોટ ગણપતભાઈ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત અવસરભાઈ કમુભાઈ વાઘેલા (ઉ.વ. 36, હળવદ કવાડિયા)ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ એ દરમિયાન 108ની ટીમને તેની પાસેથી રૂ. 36 હજાર રોકડા, એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવતા 108ની ટીમે આ તમામ વસ્તુ તેના પરિવારને આપીને પ્રમાણિકતા દાખવી હતી.