મોરબીના પીપળીયા ચાર રસ્તે બનેલો બનાવ મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રકને તાલપત્રી બાંધતી વખતે ટ્રક ઉપરથી પડી જતા ઉત્તરપ્રદેશના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ કોલસાના ડેલા બહાર ઉત્તરપ્રદેશના મીરઝાપુર જિલ્લાના પહાડી ગામના સુનિલકુમાર કમલાપ્રસાદ દુબે નામનો યુવાન ટ્રક ઉપર ચડીને તાલપત્રી બાંધતો હતો ત્યારે ઉપરથી નીચે પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.