રેલીમાં મોટી સંખ્યામાં શસ્ત્રો અને ગાડીઓના કાફલા સાથે ક્ષત્રિય સમાજના લોકો જોડાયા મોરબી : મોરબીમાં આજે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે વિજયા દશમી પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.રેલીમાં મોટી સંખ્યામાં શસ્ત્રો અને ગાડીઓના કાફલા સાથે ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રેલી રવરૂપે મુખ્યમાર્ગો ઉપર ફરી શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે શસ્ત્રોનું પરંપરાગત રીતે પૂજન કર્યું હતું. મોરબીમાં આજે દશેરાના પવન અવસર પર પ્રતિવર્ષની પરંપરા મુજબ રાજપૂત સમાજ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપમાં સર્કલ ખાતેથી જય ભવાની અને જય શક્તિ માતાજીના દિવ્ય જયઘોષ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સોફા અને પરપ્રાંગત પોશાકમાં સજ્જ થઈ શસ્ત્રો સાથે બાઈક અને ગાડીઓના મોટા કાફલામાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યા લોકોએ જોડાઈને ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર પસાર થઈ શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી અને તમામ ક્ષત્રિય સમાજના લોકોએ પરંપરાગત રીતે શક્તિ માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.