મોરબી : 'મન હોય તો માળવે જવાય' એ ઉક્તિને ડાંગર કરણ એ સાર્થક કરી બતાવી છે. ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-9મા અભ્યાસ કરતા ડાંગર કરણ રણધીરભાઈએ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ડાંગર પરિવાર, સમગ્ર આહિર જ્ઞાતિ તથા મોટીબરાર ગામનું અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં UPSCની પરીક્ષા પાસ કરીને પ્રમાણિક અધિકારી બને એવી મિત્રો, સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.