લોકસાહિત્યકાર રવિન્દ્ર સોલંકી, રઘુભાઈ ખાચર,ભજનીક રમેશભાઈ ઠાકોર અને સેજલબેન શોભાવત હાજર રહેશે હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ મોગલ ધામ ખાતે માં મોગલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન મોગલ છોરુ ટીમ-૪ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ધર્મ પ્રેમી જનતાને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે. મેરુપર ગામે આવેલ મોગલ ધામ ખાતે આગામી તારીખ 7-10-2022 ને શુક્રવારના રોજ સાંજે 5:00 કલાકે મોગલ છોરુ-૪ ટીમ દ્વારા શ્રી મોગલ માં ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકસાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી,રઘુભાઈ ખાચર અને ભજની રમેશભાઈ સિણોજીયા ઠાકોર તેમજ લોકગાયક સેજલબેન શોભાવત હાજર રહે છે આ કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.