મોરબી : મોરબીમાં મનસુરી પીંજારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં ધોરણ 5 થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવેલ હતું તેમજ યોગ્ય પ્રોત્સાહિત ઇનામો વિતરણ કરવામાં આવેલ હતા. રિલીફ કમિટી આયોજિત મનસુરી પીંજરા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ગઈકાલે મંગળવારે મનસુરી કોમ્યુનિટી હોલ, ઇદ મસ્જિદ રોડ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ડો. મનસુરભાઈ પીલુડિયા, નકસુમાબેન યુસુફભાઈ કપડવંજી, પીએસઆઇ સલીમભાઈ હેરજા, ગુલામ મુસ્તફા મનસુરી, ડો. ફૈઝાંન ઠાસરિયા સહિતના સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેજસ્વી છાત્ર સન્માન સમારોહ સફળ બનાવવા કન્વીનર સલીમભાઈ પીપરવાડિયા, સહ કન્વીનર રજબઅલી ગોઘવીયાં અને નદીમભાઈ પીલુડિયા સહિત મનસુરી પીજારા જમાત રિલીફ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી.