હળવદ નજીક આવેલા કરશનગઢ પાસે સેવાભાવી યુવાનોએ પાણીમાં ઉતરી દોરડા બાંધી જીવ બચાવ્યો હળવદ : હળવદ નજીક પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં પડી ગયેલ નીલગાયને સેવાભાવી યુવાનનોની ટીમે કલાકોની જહેમત બાદ દોરડા બાંધી ભાર કાઢી જીવ બચાવી પ્રકૃતિના ખોળે મુક્ત કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ નજીક આવેલા મુળી તાલુકાના કરશનગઢ પાસે પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં આજે એક નીલગાય પડી જતા તે અંગેની જાણ સ્થાનિક યુવાનોને થતા યુવાનોની ટિમ કેનાલ ખાતે દોડી ગઈ હતી. જો કે ગભરાઈ ગયેલ નીલગાય પાણીમાં ગરક થવા લગતા યુવાનોએ દોરડા બાંધી નીલગાયને બહાર કાઢી જીવ બચાવી પ્રકૃતિના ખોળે મુક્ત કર્યું હતું.