અગાઉ પ્રમુખ બનવા કરેલો બળવો, લાંચ કેસ અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા કરેલા પ્રયાસો મૂળ કોંગ્રેસીઓ ભૂલ્યા ન હોવાનો સુર મોરબી : મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી સમયે ભાજપનો કેસરિયો ધારણ કરનાર મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએ અચાનક જ ભાજપ છોડી આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં પુનઃ ઘરવાપસીની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસમાં આ તકવાદી નેતા સામે વિરોધના સુર ઉઠ્યા છે. મોરબીના મૂળ કોંગ્રેસી આગેવાનોએ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા કિશોર ચીખલીયાએ કરેલો બળવો, લાંચ કેસ અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા કરેલા પ્રયાસોને યાદ કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ સંગઠનના વિવિધ સેલના પ્રમુખો, અને અન્ય સંગઠનના હોદેદારો તેમની સાથે અમદાવાદ નહિ જાય, વધુમાં કોંગ્રેસી આગેવાનોએ પ્રદેશ નેતાગીરીને પણ ઉપરોક્ત બાબતો અંગે વિચારણા કરવા ઉપર ભાર મુક્યો હતો.