લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસથી વિજયા દશમી સુધી દુર્ગાપુજાનું આયોજન : અનેકવિધ કાર્યક્રમ મોરબી : મોરબીમાં વસવાટ કરતા બંગાળી જન સમૂહ દ્વારા અત્રેના લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસથી વિજયા દશમી સુધી દુર્ગાપુજા કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વરસથી દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દુર્ગાપુજાનું વિશેષ આયોજન કરી અનેકવિધ કાર્યક્રમો ઘડી કઢાયા છે. દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન સમુદાયને સાથે લઈને ઉજાવવામાં આવે છે દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વ્રારા હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વસવાટ કરતા બંગાળી જનસમૂહ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ધામઘુમથી દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરાયું છે.ઉ પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી, હવન,પુષ્પાજંલી, લક્ષ્મી પુજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય રૂપે દુર્ગાપુજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજી, બળના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને ઐશ્વર્યના દેવી લક્ષ્મી, અને મહીસાસુર મર્દની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય કમીટી મેમ્બર્સ પ્રદિપ કુન્ડુ, રામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, સંજીત મોન્ડાલ, રાજુ પ્રમાણીક,વાસુદેવ અધિકારી,ચંચલ બેરા,સંજય દોલુઈ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.