મોરબીઃ શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિર ખાતે શરદ પૂનમના દિવસે મોરબી તથા ટંકારા તુલાકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા હવન-યજ્ઞાદિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ માતાના મંદિરે છેલ્લા 33 વર્ષથી શરદ પૂનમના દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે ત્યારે તારીખ 9 ઓક્ટોબરને શરદ પૂનમના અવસરે 34મા હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 12 દરમિયાન યજ્ઞ વિધિ થશે. આ પહેલા સવારે 9-30 કલાકે મહેમાનોના સામૈયા થશે. આ ધાર્મિક કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજરાણા કેશરીદેવસિંહજી ઓફ વાંકાનેર, ડો. યોગરાજસિંહ જાડેજા (જાબીડા), સ્વામી અક્ષયાનંદ (નિખીલદેવજી), મહંત શાંતિગીરી બાપુ, સાવજસિંહ ઝાલા (રંગપર), ભગીરથસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને પ્રદ્યુમનસિંહ ઝાલા (નાની વાવડી) સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે રંગપર, મોટા ખીજડીયા અને નાની વાવડી ગામના ઝાલા પરિવાર તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, શક્ત શનાળા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.