તસ્કરો 1.68 લાખની માલમતા ચોરી ગયા મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ મંડપ સર્વિસના ગોડાઉનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 1.68 લાખથી વધુની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર - 2 મા શિવમંડપ સર્વિસ નામની પેઢી ધરાવતા પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયાના ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 1,68, 750ની કિંમતનો માલસામાન ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.