સ્પ્રે ડાયર, માટી ખાતામાં રમતા બાળક ઉપર લોડર ફરી વળ્યું મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ સીરામીક ફેકટરીમાં માટી ખાતામાં રમી રહેલા શ્રમિક પરિવારના બાળકને લોડર ચાલકે હડફેટે લઈ કચડી નાખતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ પાયોનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ બિહારના વતની મીથલેશ ચન્દ્રીકાભાઇ ચૌહાણનો દોઢ વર્ષનો માસૂમ પુત્ર છોટુ માટી ખાતામાં રમતો હતો ત્યારે લોડર નંબર જીજે - 36- એસ- 2368ના ચાલકે બાળકને હડફેટે લઈ કચડી નાખતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ લોડર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.