મોરબી : મોરબી શહેરમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધી ચોક નજીક આવેલ એક શોપિંગ સેન્ટરના જર્જરિત રવેશને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ગાંધી ચોકમાં આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટર નામના વાણિજ્યક બિલ્ડીંગનો જર્જરિત રવેશ લોકો માટે જોખમી બન્યો હોય રાત્રીના સમયે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી આ જર્જરિત રવેશ દૂર કર્યો હતો.