ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઇ મેઘજીભાઇ નમેરા, ઉ.65 પોતાની વાડીએ વાવેલી મગફળીમાં પાણી વળતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.