ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઇ ઘોડાસરાની વાડીએ રહી ખેત મજૂરી કરતા રાજેશભાઇ નવલસિંહ વાખલા ઉ.17 નામના સગીરને ગત તા.29ના રોજ ખેતીકામ કરતા સમયે ઝેરી વિછી કરડી જતા રાજકોટ સીવીલમા સારવાર માટે દાખલ કરેલ જ્યા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.