ચૂંટણી સમયે રોડ બનાવવા માટે ટેન્ડર જાહેર કરી, રોડનું કામ શરૂ કરવાની સરકારે ખોટી જાહેરાત કરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ મોરબી : મહાત્મા ગાંધી જયંતિના દિવસે મોરબીની પ્રજાને પરેશાન કરતા ખખડધજ પીપળી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલીનું એલાન કરવામાં આવ્યું છે. સાથે-સાથે ચૂંટણી સમયે રોડ બનાવવા માટે ટેન્ડર જાહેર કરી ટુક સમયમાં રોડનું કામ શરૂ કરવાની સરકારે ખોટી જાહેરાત કરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કરીને આ રોડના યોગ્ય રિપેરીગ માટે તંત્રને ઢંઢોળવા બાઈક રેલી યોજનાર હોવાનું જણાવ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની યાદીમાં જણાવાયું છે કે, મોરબી - પીપળી- જેતપર રોડ છેલ્લાં ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ઉપર રોજના હજારો લોકો પોતાનાના રોજગાર અર્થે પસાર થાય છે. ઘણા બઘા સિરામિક કારખાના અને અન્ય નાના મોટા કારખાના આવેલ છે. અનેક ગામને જોડતો આ રોડ છે. લોક ને ખરીદી માટે, આરોગ્ય માટે, ધંધા રોજગાર માટે કે સારા માઠા પ્રસંગો પર આ રોડ પરથી પસાર થવું પડે છે. મજુરોને પબ્લિક વાહન દ્વારા આવવા જવા માટે પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આ ખરાબ રોડ રસ્તાને કારણે અવાર નવાર અકસ્માત થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા કિસ્સાઓમાં મૃત્યુઓ પણ થયાં છે. છતાં પણ આ રોડ રસ્તા રીપેરિગ કરવામા આવતો નથી કે નવા બનાવવામાં આવતા નથી. ફકતને ફકત લોકોને જુઠ્ઠા વચનો આપી ચૂંટણી સમયે ખોટી ખોટી જાહેરાત કરે છે. આ રોડમાં આટલા રૂપિયાના ખર્ચે ટેન્ડર નીકળ્યું છે. આ રોડની ખોટી અને મોટી મોટી જેવી જાહેરાતોથી લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોગ્રેસ પક્ષ પ્રજાને સાથે રાખી, દરેક ગામના નાગરીકો અને સરપંચો સાથે રાખી તાત્કાલિક રોડ રિપેર થાય અને નવો રોડ બને એ સંદર્ભે બાઇક રેલીનું આયોજન કર્યું છે. પ્રથમ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા થશે ત્યારબાદ તારીખ 2જી ઓક્ટોબરને રવિવારે સવારે 8.30 કલાકે રામઘન આશ્રમ મહેન્દ્રનગરથી બાઇક રેલી નીકળશે. આ રેલીમાં સ્થાનિકો, ઉદ્યોગકારો ગામના સરપંચ, કોગ્રેસના જિલ્લા,શહેર, તાલુકાના હોદેદારો,કાર્યકર્તાઓ પોતાના બાઇક સાથે જોડાશે.