મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના એનસીસી કેડેટ સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોત્રા અને અંડર ઓફિસર અમિત બતાળાએ રાષ્ટ્રીય કક્ષાએ થલ સૈનિક કેમ્પના વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવીને સુવર્ણ પદક જીત્યો છે. કોલેજના ઓફિસર કેપ્ટન શર્માએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં ભારતના તમામ પ્રાંતના કેડેટ ભાગ લેવા આવતા હોય આ કઠોર સ્પર્ધામાં બંને ઓફિસરોએ સુવર્ણ પદક જીત્યો હતો જે બદલ સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ તેમજ રજનીભાઈ, દેવાંગભાઈ તથા કોલેજના પ્રિન્સિપાલ ડો. માંડવીયા દંગી સાહેબ તેમજ ગરમોરા સાહેબે શુભેચ્છાઓ પાઠવીને આશીર્વાદ આપ્યા હતા.