હળવદ : હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ચરાડવા ગામનો શખ્સ સગીરાને બદકામ કરવાને ઇરાદે લગ્નની લાલચે વાલીપણામાંથી ભગાડી જતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અનુસૂચિત જાતિ સમાજની સગીરાને ચરાડવા ગામનો આશિક અનવરભાઈ ભટ્ટી નામનો શખ્સ લગ્નની લાલચે બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા હળવદ પોલીસ મથકમાં આઇપીસી કલમ 363, 366 અને એટ્રોસીટી એકટની કલમ 3,2,5 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.