મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના મેગા રોપા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 1 હજાર જેવા ફળ ફળાદી રોપા જેવા કે, જામફળ, સીતાફળ, દાડમ, આંબળા તથા રાવના જેવા રોપાઓનું ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જેના સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર લા.રમેશભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી તથા લા. ક. મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા. ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયા તથા પ્રોજેક્ટ ચેરમેન અને પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ભીખાભાઈ લોરિયા, લા. એ.એસ. સુરાણી, લા. પરસોતમભાઈ કાલરીયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, લા. મણિલાલભાઈ કાવર, સામાજિક વનીકરણના સભ્ય અને મંદિરના પુજારીએ પણ હાજરી આપી હતી અને રોપા વિતરણ પ્રોજેક્ટમાં મદદરૂપ થયા હતા.