મોરબીઃ આવતીકાલે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીના કારણે પીજીવીસીએલ દ્વારા વીજ કાપ રાખવામાં આવ્યો છે. જેથી મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી મધુરમ ફીડર સવારે 7-30 થી બપોરના 3-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં તપોવન રેસિડેન્સી, મારૂતિનગર (ગાયત્રીનગર પાઠળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પલેક્ષ, મધુરમ સોસાયટી, રામવિજય સોસાયટી, તિરુપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડિયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટિફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.