મોરબી : હાલ નવરાત્રી મહોત્સવમાં સર્વત્ર રાસ ગરબાની રમઝટ સાથે માતાજીને વિવિધ આભૂષણો અને ચુંદડી સહિતનો શણગાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મોરબીના વાવડી રોડ ઉપર બાપા સીતારામ મંદિરની શેરીમાં આવેલ અને લોકોના ભારે અસ્થાના કેન્દ્ર સમાન સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં હાલ નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને દરરોજ અંબાજી માતાજી પિઠડાઈ માતાજીને વિવિધ આભૂષણો અને ચુંદડી સહિતનો શણગાર કરવામાં આવી રહ્યો છે. આથી ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.