મોરબી: શનાળા રોડ પર જી.આઈ.ડી.સી. પાછળ આવેલી રેઈન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં નવરાત્રીને લઈને વિદ્યાર્થીના માતાઓ માટે ગરબા અને દાંડીયા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગરબા અને દાંડીયામાં માતાઓ દ્વારા 40 થી વધારે કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ગરબા અને દાંડીયા ડેકોરેશન બન્ને સ્પર્ધામાં ત્રણ-ત્રણ વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મયૂરીબેન કોટેચાએ સેવા આપી હતી. આ તકે કાર્યક્રમમાં ભાગ લેનાર તથા વિજેતા બનનાર તમામ માતાઓને રેઈન્બો પ્રી સ્કૂલના સંચાલક નીરવભાઈ માનસેતાએ અભિનંદન પાઠવ્યા હતા.