મોરબીના બંધુનગર ગામ આવેલ કારખાના બનેલા બનાવમાં પોલીસની ત્વરિત કાર્યવાહી મોરબી : મોરબી તાલુકાના બંધુનગર નજીક આવેલ સીરામીક કારખાનામાં થોડા દિવસ પહેલા એક યુવાન ચોરીના ઇરાદે ઘૂસ્યો હોવાની શંકા રાખી કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાએ ધોકા ફટકારી હત્યા કરી નાખી હતી. જો કે જે તે સમયે યુવાનની લાશ મળ્યા બાદ ફોરેન્સિક પીએમમાં માર મારવાથી મોત થયાનું ખુલ્યા બાદ પોલીસની તપાસમાં કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાએ આ હત્યા કર્યાનું ખુલતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેયની આજે ધરપકડ કરી હતી. મોરબીના બંધુનગર નજીક આવેલ એપલ સીરામીક કારખાનના ગેઇટ પાસે થોડા દિવસ પહેલા એક અજાણ્યા યુવાનની લાશ મળી આવ્યા બાદ પોલીસની ઝીણવટભરી તપાસ કરતા આ મૃતદેહ મંગલસીંગ લક્ષમણ ભાભર આશરે ઉ.વ.29 હોવાની ઓળખ મળી હતી અને લાશ પર ઇજાના ચિહ્નો હોવાથી બનાવનું સાચું કારણ બહાર લાવવા મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમમાં ખસેડતા મૃતકને બેફામ મૂંઢ માર મારવાથી મોત થયાનું બહાર આવતા મૃતકના ભાઈ નાથુ લક્ષમણ ભાભરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં મૃતક મંગલસિંગ રોજી રોટી મેળવવા ગુજરાત આવ્યો હોય અને બનાવના દિવસે ગત તા.23 ના રોજ બંધુનગર ખાતે એપલ સીરામીકના કારખાને આવતા ચોર હોવાની શંકાએ કારખાનના સિક્યુરિટી ગાર્ડ શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલએ ધોકા વડે બેફામ માર મારતા મંગલસિંગનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આજે આ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.