મોરબીઃ મોરબી નજીક આવેલી સભારાવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાથીઓને વાડી વિસ્તાર સહિત આસપાસના લોકો દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ તથા સ્કૂલબેગ આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને નાસ્તો કરાવાયો હતો. આજરોજ સભારાવાડી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શ્રેય એસોસિએટના દેત્રોજા યોગેશભાઈ, પરેશભાઈ પરમાર, કાચરોલા જયભાઈ દ્વારા વિધાર્થીઓને પેડ-1, પેન્સિલ-2 રબર-2, ફુટપટ્ટી-1, સંચો-1, પેન્સિલ કલર બોક્સ-1, મિણિયા કલર બોકસ-1 સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિધાર્થીઓને ઉત્સાહીત કર્યા હતા. આ તકે સભારાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બાવરવા સહિત શિક્ષક સ્ટાફે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.