મોરબી: નેપાળમાં ધી એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના યુવક મોમૈયા ચાવડાએ સિલ્વર મેડલ જીત્યો છે. 66 કેવી મોરબી-B 55માં ફરજ બજાવતા ચાવડા કિરીટભાઈના પુત્ર મોમૈયા ચાવડાએ ઇન્ટરનેશનલ લેવલે આ સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ જીતીને મોરબી જિલ્લાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.