મોટી સંખ્યામાં યુવાનોએ રાસ ગરબે ઝૂમીને નવરાત્રિને વેલકમ કર્યું મોરબી : આજથી નવલી નવરાત્રી મહોત્સવ શરૂ થયો છે. ત્યારે તે પહેલાં ગઇકાલે રવિવારે રાત્રે મોરબીના જાણીતા વૃંદાવન દાંડીયા ક્લાસિસ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રાસ ગરબે ઝૂમીને નવરાત્રિને વેલકમ કર્યું હતું. વેલકમ નવરાત્રી મહોત્સવમાં ક્લાસના સ્ટુડન્ટ અને તેમના પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાનો મન મૂકીને આનંદ માણ્યો હતો.આ કાયેક્રમનું સફળ આયોજન ડો.અમીષા રાચ્છ અને રાહુલ કવૈયા દ્વારા થયું હતું અને તેમને સંપૂર્ણ સહયોગ સંકલ્પ નવરાત્રી મહોત્સવ અને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી અને તેમની ટીમનો મળ્યો હતો. આ વેલકમ નવરાત્રીના કાર્યક્રમમા આમંત્રિત મહેમાન તરીકે યંગ ઇન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી, મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા અને યુવા ભાજપ પ્રદેશ અગ્રણી રુચિરભાઈ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને ભાજપ મહામંત્રી ભાવેશભાઇ કંઝરિયાએ તેમનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત પૂર્વ નગરપતિ કેતનભાઈ વિલપરા, કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગી, યંગ ઇન્ડિયા મહિલા વિંગના પ્રમુખ કાજલબેન ચંડિભમર અને સિનિયર પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉથી જાહેર કર્યા મુજબ આ કાર્યક્રમમાં એકત્રિત થયેલ તમામ રકમ વૃંદાવન દાંડીયા ક્લાસિસ દ્વારા યંગ ઇન્ડીયા ગ્રુપના ચેરિટી વર્કમાં ડોનેટ કરી દેવામાં આવી હતી . આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપ વતી દેવેનભાઈ રબારીએ ક્લાસિસના આવા ઉમદા અને સરાહનીય કાર્યને આવકાર્યું હતું.