મોરબી : મોરબીના વાઘપર વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરે સગર્ભાને પ્રશિક્ષણ આપવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહેનોને કુસુમબેને નવરાત્રીનું મહત્વ સમજાવ્યું હતું.તેમજ માતાજી આરતીના થાળના ડેકોરેશન વિશે સ્પર્ધા યોજાય હતી.જેમાં પ્રથમ ત્રણ વિજેતાને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ ગર્ભવતી મહિલાઓ પણ રાસ ગરબે રમી શકે તે માટેની સઘન તાલીમ આપવામાં આવી હતી.