મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપ્યું મોરબી : મોરબી સહિત રાજ્યભરના તમામ સસ્તા અનાજના વેપારીઓએ સરકાર સામે પડતર માંગણીઓ સંદર્ભે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી 2જી ઓક્ટોબરે ગાંધી જયંતીથી વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું. મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા આજે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિએશનના લટરપેડ ઉપર પોષણક્ષમ દુકાન, વિતરણ ઘટ, કોરોના સહાય ચૂકવવી, પીઓએસનો અમલ, હૈયાતીમાં નોમિનેશન, જરૂરી સાહિત્ય નિભાવવા, ત્રીસ દિવસની સાયકલ, મધ્યાહન યોજના અને આંગણવાડીનું કમિશન આપવું, ઇન્વેન્ટરી એકાઉન્ટ બનાવવા તેમજ અન્ય રીફન્ડ તાત્કાલિક ચુકવવાની મુખ્ય દાસ મંગણીઓનું તાત્કાલિક નિવારણ કરવાની મુખ્ય માંગ સંતોષવા રજુઆત કરી હતી. વધુમાં જો સરકાર દ્વારા તાકીદે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તા.2જી ઓક્ટોબરથી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરવા પણ ચીમકી ઉછરી આજે મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ સાથે રજુઆત કરવામાં આવી હતી.