મોરબી : મોરબી ખાતે તાજેતરમાં જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.1 થી ધો.12 માં 60% થી વધુ ટકા મેળવેલ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર ના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરસ્વતી સન્માન સમારંભનું ઉદઘાટન નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી ઈલાબેન ગોહિલ, નંદલાલભાઈ પરમાર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, મનુભાઈ ચૌહાણ, પ્રભાબેન ચૌહાણ, પ્રેમજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, છબિલભાઈ ઝાલા સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દામજી ભગત દ્વારા આશીર્વચન આપવામાં આવેલ તેમજ ઈલાબેન ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન આપવામાં આવેલ. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને દાતાઓ ને પુષ્પ હાર તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં બાળકો દ્વારા વકતૃત્વ તથા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ અને મોરબી મોચી સમાજના 183 જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા તેમજ આ સમારોહમાં ઉચ્ચ ડિગ્રી મેળવેલ ડો.હાર્દિક પ્રવિણભાઈ ચુડાસમા તથા ચિરાગ મુકેશભાઈ ચૌહાણને સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન અવનીબેન વાઢેર દ્વારા કરવામાં આવેલ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે તમામ દાતાઓ અને સમારોહમાં સહભાગી બનેલ તમામ જ્ઞાતિ અગ્રણી તથા જ્ઞાતિ ના કાર્યકર્તાઓનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.