મોરબી : બે દિવસ પૂર્વે મોરબી રેલવે સ્ટેશને સાંજના સમયે દાઝી ગયેલા રેલવે કર્મચારીનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રેલવે સ્ટેશન ખાતે બે દિવસ પૂર્વે સાંજના સમયે દાઝી ગયેલા બીપીનભાઇ ભનુભાઇ ડાઠીયા, ઉ.35 રહે.ન્યુ રેલ્વેકોલોની ધકાવાળા મેલડીમાના મંદીર સામે મોરબી વાળાને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતક કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખવા જતા અક્સ્માતે શીશો હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગતા દાજી ગયા હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.