મોરબી : મોરબીમાં આરએસએસ દ્વારા મોરબીના જેતપર ગામે શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં આરએસએસના સ્વયં સેવકોએ શિસ્ત બદ્ધ પરેડ તેમજ લાઠીદાવ અને ગામમાં જનજાગૃતિ અર્થના કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.