બીજા નોરતે એટલે આવતીકાલે સોશ્યલ મીડિયાના ફેમસ કલાકાર વિજુડી અનોખા અંદાજમાં મનોરંજન પૂરું પાડશે મોરબી : મોરબીમાં આજથી નવરાત્રીનો પ્રારભ થયો હોય આજના અર્વાચીન રસોસ્તવના યુગમાં પણ પ્રાચીન ગરબી ભારે જમાવટ કરે છે. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી છેલ્લા 25 વર્ષથી જમાવટ કરે છે આ આ વખતે રસપ્રદ બાબત એ છે કે, આ ગરબીમાં બીજા નોરતે એટલે આવતીકાલે સોશ્યલ મીડિયાના ફેમસ કલાકાર વિજુડી અનોખા અંદાજમાં મનોરંજન પૂરું પાડશે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાસ ગરબામાં માતાજીની ભક્તિની પ્રાચીન પ્રવિત્રતા જળવાઈ રહે તે રીતે આ વખતે પણ પ્રાચીન ગરબીનું આયોજન થયું હોય આજે રાત્રિથી જ આ વર્ષે પણ 151 જેટલી બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી જગત જનની માં જંગદબાની આરાધના કરશે. આજના સમયમાં પણ આ ગરબીમાં આપણી અમૂલ્ય પ્રાચીન સંસ્કૃતિ જાળવીને માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. જો કે નોંધનીય બાબત એ છે કે આ ગરબીમાં આવતીકાલે તારીખ 27.9.2022ને મંગળવાર બીજા નોરતે વિજુડી (ધનસુખ ભંડેરી) આવી રહ્યા છે. તો મોરબીની મોજીલી જનતાને આ ગરબીમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.