વાંકાનેર સીપીઆઈ બી.પી.સોનારાની ટીમે ચોટીલા થાનગઢ ચોકડીથી દબોચ્યો વાંકાનેર : વાંકાનેરમાં પાડોશી યુવાનને પૈસાની લેતી દેતીમાં ધમકાવનાર શખ્સોને ટપારતા વેપારી યુવાનની મધ્યરાત્રીએ હત્યા કરવાના કેસમાં ફરાર આરોપીને વાકાનેર સીપીઆઈની ટીમે ચોટીલા થાનગઢ ચોકડીએથી દબોચી લેવામાં સફળતા મેળવી છે. વાંકાનેરમાં ગત તા.૧૧/૦૯/૨૦૨૨ ના રાત્રીના એક સવા એક વાગ્યે વાંકાનેર અમરનાથ સોસાયટીના અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચા નામના વેપારીનું પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયા રહે.વાંકાનેર વાળાએ છરી ગુપ્તીથી આડેધડ ધા મારી ખુન કરેલ હતુ. આ બનાવ માં આરોપી ઇમરાન તથા ઇનાયત ને પોલીસે અટક કરી કાર્યવાહી કરેલ હતી. બાદ પોલીસ અધીક્ષક મોરબીના હુકમથી આ ગુન્હાની તપાસ વાંકાનેર સર્કલ ઓફિસર બી.પી.સોનારાને સોપવામાં આવેલ હતી. આ બનાવમાં ગુન્હો કરી નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રે.આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે પોલીસ અધીક્ષક મોરબી અને નાયબ પોલીસ અધીક્ષક મોરબીના માર્ગદર્શન મુજબ આરોપીના કુટુમ્બના સભ્યો તથા સગા સંબંધી મિત્રોની ઉંડાણ પુર્વક તપાસ કરતા તપાસનીશ અધિકારી બી.પી.સોનારાને તા.૨૫/૦૯/૨૦૨૨ ના ખાનગી હકીકત મળેક કે આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે. જેને પગલે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે પોલીસ વોચમા રહેતા આરોપી સરફરાજ મળી આવતા તપાસના કામે વાંકાનેર લાવી કોરોના ટેસ્ટ કરાવી આજ તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ પુછપરછ કરી અટક કરી રીમાન્ડ મેળવી કયા કયા આશરો લીધેલ છે આ ગુન્હામાં અન્ય કોઇ વ્યકિત સંડોવાયેલ છે કે કેમ તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે.