મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ ડેલ્ટા સિરામિક કારખાના સામે ટ્રેન હેઠળ કપાઈ જતા મૂળ બોટાદ જિલ્લાના ગઢડીયા ગામના વતની અને હાલમાં મિલેનિયમ પેપરમિલ મજુરની ઓરડીમાં રહેતા જેન્તીભાઇ ગોરધનભાઇ શેખ, ઉ.36 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.