મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાનું પ્રમાણ નહિવત જેવું છે. થોડા સમય અગાઉ કોરોના વર્કયો હતો પણ હવે કોરોના કાબુ હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીના સબ જેલમાં રહેલા કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા કે કેમ તે જાણવા માટે આજે મોરબીની સબ જેલમાં લાલપર અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા કેદીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલપર અર્બન હેલ્થ સેન્ટરની ટીમના રાજકુમાર ટમારીયા લેબ. ટેક. જગોદરા ભાવિકાબેન સહિતના દ્વારા મોરબી સબજેલના 44 કેદીઓના આરટીપીસીઆર સેમ્પલ લેવાયા હતા.