મોરબી: જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા આજે 24 સપ્ટેમ્બરના રોજ 3 બપોરે કલાકેથી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે આજે વેલકમ નવરાત્રી 2022નું આયોજન કરાયું છે. જેમાં આશિષભાઈ મણિયાર સુમધુર કંઠે રાસની રમઝટ બોલાવશે. સાથે જ વેલકમ નવરાત્રીમાં સહભાગી થનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો પણ આપવામાં આવશે. વેલકમ નવરાત્રીમાં ટોકન ચાર્જથી પ્રવેશ આપવામાં આવશે.