વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે એહમદભાઇ હુશેનભાઇ કાતીયારના મકાને કડિયા કામ કરતી વખતે સુનિલભાઇ મનુભાઇ દેત્રોજા, ઉ.૨૧, રહે. દિવાનપરા, વાંકાનેર નામનો યુવાન લેન્ટર ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.