નવલખી રોડ ઉપર આડા સંબંધ રાખવાની ના પાડનાર મહિલાના ઘેર ધમાલ મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રહેતી પરિણીતાના પતિને આડા સબંધની જાણ થયા બાદ આ મહિલાએ પ્રેમી સાથે આડા સંબંધ રાખવા ઇનકાર કરતા પ્રેમીએ તારાથી મને કોઈ જુદો નહીં કરી શકે કહી તલવારથી હુમલો કરી પરોઢિયે ધમાલ કરી પરિણીતાને જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સતનામ એપાર્ટમેન્ટ પાછળની શેરીમાં રહેતી ચેતનાબેન નેવીનભાઈ ગજ્જર નામની પરિણીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તેણી સાથે આડા સંબંધ ધરાવતા પ્રેમી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા, રે. ગોકુલ નગર, લાયન્સ નગર પાસે શકત શનાળા વાળા વિરુદ્ધ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. વધુમાં પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણીએ ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઈ ચાનીયા સાથે લગ્ન કર્યા છે અને આરોપી સાગર ઉર્ફે ચોટી સાથે આડા સંબંધ ધરાવતી હતી જે બાબતની જાણ હાલમાં ખૂનના ગુન્હામાં જેલમાં રહેલા તેના પતિ ઇમરાન ઉર્ફે ટાવરને થતા સાગર સાથે સંબંધ નહિ રાખવા કહેતા ચેતનાબેને સાગરને સંબંધ નહિ રાખવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા સાગરે તલવાર વડે હુમલો કરી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે ચેતનાબેનની ફરિયાદને આધારે સાગર ઉર્ફે ચોટી વીર્યધ આઇપીસી કલમ 323, 324, 325, 504, 506(2) અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.