મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે પંચાયત નજીક આવેલ એક્સીસ બેંકના એટીએમને તોડવાના પ્રયાસ બદલ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામે ગ્રામ પંચાયત કચેરી નજીક આવેલ એક્સીસ બેંકનું એટીએમ તોડવા પ્રયાસ થતા આ મામલે એટીએમ કર્મચારી રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા, રહે. નિવેદીતા સોસાયટી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે, રૈયારોડ, રાજકોટ વાળાએ સીસીટીવીમાં દેખાતા ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.