મોરબીના નિવૃત બૅંક કર્મીને મેડિકલ ક્લેઇમનો હક્ક આપતી કન્ઝ્યુમર કોર્ટ : વીમા કંપનીને રૂ.70945 બે ટકાના વ્યાજે ચૂકવવાનો હુકમ કર્યો મોરબી : મોરબીમાં દેના બેંક ના નિવૃત કર્મચારીએ અમદાવાદમાં લીધેલી મેડીકલ સારવારનો ખર્ચ ચૂકવવા યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ ઇન્કાર કરતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષામંડળના માધ્યમથી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરતા વીમા કંપનીને કન્ઝ્યુમર કોર્ટે રૂ.70945 બે ટકાના વ્યાજે ચૂકવવાનો હુકમ કર્યો હતો. મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી. તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો હતા તેણે સીતેર હજાર નવસો પીસતાલીસ રૂપિયાના બીલ રજુ કરેલ પરંતુ વીમા કંપની એ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તે વા કારણોસર વીમો નામંજુર કર્યો હતો. આ મામલે નાઝભાઈએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષામંડળના લાલજીભાઈ મહેતાના માધ્યમથી રાજકોટ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટ વીમાકંપનીના કારણ માન્ય રાખેલ નહીં અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ રૂપિયા સીતેર હજાર નવસોને પીસતાલીસ બે વર્ષ નાં નવ ટકા ના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપની કોર્ટ હુકમ કર્યો હતો.