કોન્ટ્રાક્ટરોએ કામોમાં ભારે ગેરરીતિ કરી હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને રજુઆત માળીયા : માળીયા મિયાણા શહેરમાં રોડ રસ્તા અને ગટરના કામોને નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને સોપાયા બાદ કોન્ટ્રાક્ટરો આ રોડ રસ્તા અને ગટરના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો ખુદ કાઉન્સિલરનો આક્ષેપ કર્યો છે અને કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરોએ કામોમાં ભારે ગેરરીતિ કરી હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને રજુઆત કરી છે. માળીયા નગરપાલિકાના વોર્ડ નંબર-૬ના કાઉન્સિલર નેકમામદ સંઘવાણીએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, માળીયા મીયાણા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તા અને ગટરની મેરી કરવામાં આવેલ છે જેમાં કોન્ટ્રાક્ટરોએ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં પાલિકા પાછળના વિસ્તારમાં ગટરની કામગીરી કરેલ હોય જેમામાં કાયદેસરનો ભ્રષ્ટાચાર હોષ તેવું દેખાય છે જે કામ 9.5 લાખ રૂપિયાનો ચિન્મય મળેલ હોય તે ૩ માસ થયેલ છે. જાખાના શેરીના સી.સી.રોડમાં પણ ભષ્ટાચાર કરેલ છે, બરાબર કામગીરી કરેલ નથી. નવી મચ્છી પીઠથી દવાખાના સુધીના ડામર રોડ અને બસ સ્ટેશન રોડ માં પણ ભ્રષ્ટાચાર આચરે હોય જે નજરે જોઈ શકો છો. કામને આશરે ૯ માસ થયેલ છે છતાં રોડની હાલત જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં જણાવ્યું હતું કે, વાતમ ચોકનો રોડ હાલમાં નવો બનેલો છે તે પણ આ રોડની હાલત જોઈને ભ્રષ્ટાચાર કર્યાનું દેખાય છે. દવાખાનાના રોડથી સુલતાન સરકાર સુધીનો રોડ કેં જે.સી સરકાર સુધીના સીસી રોડમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. આ રીતે રોડના કામો ઘણા જ નબળા થયા હોય જેમાં ભ્રષ્ટાચાર થયાનું નજર સામે જ દેખાતું હોય આ તમામ રોડના કામોની યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.