ટંકારા : ટંકારાના નેસડા (ખાનપર) ગામે યજમાન ખેતાભાઇના ઘરે આજે ઠાકોરજીની હર્ષોલ્લાસ સાથે પધરામણી કરવામાં આવી હતી. નેસડા (ખાનપર) ગામના યજમાન ખેતાભાઇ હરજીભાઈના ઘરે ઠાકોરજીની પધરામણી થઈ હતી. ઠાકોરજીની હાથીની અંબાડીએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને આખા ગામમાં ફરી હતી. જે જોવા લોકોના ટોળા ઉમટયા હતા તેમજ મોટી સંખ્યામાં ગામલોકો આનંદ ઉમંગથી જોડાયા હતા. આ શુભ અવસરે રબારી સમાજના કણીરામ બાપુ - દુધરેજ, રામબાલક બાપુ - દુધઈ, હસમુખ ભાણદાસ - ગામના મહારાજ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.