મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી જેમાં માટી ખાતામાં ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ લોડર ચાલક નાસી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક ફેકટરીના માટી ખાતામાં ખુરશી ઉપર બેઠેલા મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના મૌહારના વતની સિક્યુરિટી મેન શીવાશુ રામપાલસિંહ યાદવ, ઉ.19 નામના યુવાન નોકરી દરમિયાન સીમ્પોલો સીરામીકના માટી ખાતામાં ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ટ્રેકટર લોડર નંબર-GJ-13-AD-1046ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે લોડર ચલાવી ખુરશીમા બેઠેલ શિવાંશભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈ કેશવ રામપાલ યાદવે અકસ્માત સર્જી નાસી ગયેલા લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.